નિઝરના વાંકા ચાર રસ્તા પર પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી.ગત રોજ વાંકા ગામમાં રહેતો ૨૧ વર્ષીય યુવાન પોતાના કબજાની બાઈક લઈ હરીજન ફળિયામાં થઈને વાંકા ચાર રસ્તા તરફ જતા મેઈન રોડ ઉપર જતો હતો તે દરમિયાન નિઝર તરફથી આવતા ટ્રક ચાલક પોતાનાં તાબાની ટ્રક પુરઝડપે ને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી દઈ ટ્રક રસ્તાની બાજુમાં આવેલ સાઈડ દિવાલને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના અર્તુલી ગામે રહેતા ઇશાક ઇસ્માઇલ મહંમદ (ઉ.વ.૨૧ રહે.અર્તુલી ગામ,નિશાળ ફળિયું તા.નિઝર જી.તાપી) જે વાંકા ચાર રસ્તા પાસે સુમુલ પાર્લર માં લસ્સી લેવા માટે પોતાના તાબાની હોન્ડા કંપનીની સાઈન મોટરસાયકલ નંબર MH-39-R-2595 લઈને ઘરેથી નીકળ્યા હતા.તેઓ હરીજન ફળિયામાં થઈને વાંકા ચાર રસ્તા તરફ જતા મેઈન રોડ ઉપર જતા હતા ત્યારે નિઝર તરફથી ટ્રક રજી. નં.GJ-12- AT-7579 નો ચાલક પોતાના તાબા ની ટ્રક પુરઝડપે ને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી દેતા યુવક મોટર સાઈકલ પરથી રસ્તાની બાજુમાં ફસાઈ ગયેલા અને તેમ છતાં ટ્રક ચાલક પોતાની ટ્રક પુરઝડપે હંકારી જઇ રસ્તાની બાજુમાં આવેલ સાઈડ દિવાલને અથડાવી દેતા થોડીક દિવાલ તોડી હતી.બાઇક સવાર યુવક રસ્તાની બાજુમાં ફેંકાઈ જવાના કારણે યુવકને માથામાં પાછળના ભાગે તથા બંને પગના પંજાના તળીયાના ભાગે તથા જમણા પગના ઘૂંટણ ના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી. તે દરમિયાન સ્થાનિક ભેગા થઈ ગયા હતા.ટ્રકના ડ્રાઈવર તથા કલીનરને પણ ઈજા થયેલ હોય સ્થાનિકોએ બંનેને ટ્રકના કેબીનમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સમાં દવાખાને ખસેડાયા હતા. જેમાં ડ્રાઈવર અને ક્લિનરને નિઝર હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી નંદુરબાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અંગેની પોલીસ ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ નિઝર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590