તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે આવેલ ઉકાઈ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ખુશાલપુરામાં ખેડૂત સભાસદોની પરવાનગી લીધા વિના જ સુગર ફેક્ટરીના સામાનને કાપકૂપ કરીને ભંગાર કરી દેવામાં આવે છે અને સુગર ફેક્ટરીની બહાર લઈ જઈ તેનું વેચાણ કરી દેવામાં આવે છે.જે બાદ આ કારસ્તાન જાણ ખેડૂત સભાસદોને થતા તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ વ્યારા પોલીસ મથકે અરજી આપી હતી.
ઉકાઈ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, ખુશાલપુરા નો સામાન વહીવટ કર્તા કસ્ટોડિયલ કમિટી અને સંચાલકો દ્વારા જ સારો એવો સામાન હોય તેમ છતાં ભંગારમાં વેચી દેવામાં આવે છે. ગયા વર્ષે જ લાવવામાં આવેલ મશીનરીને એન્જિનિયર દ્વારા ભંગાર જણાવી દેતા સુગર ફેક્ટરીની બહાર લઈ જઈને તેનું ભંગારના ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી સુગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોય ત્યારથી જ આવી રીતે ઉપયોગી માલ સામાન અંગે સભાસદોને જાણ કર્યા વગર જ ભંગારના ભાવે વેચી દેવામાં આવે છે.સુગર ફેક્ટરીમાં આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવતા ખેડૂત સભાસદો માં રોષ જોવા મળ્યો હતો .તેમજ વહીવટ કરતા કસ્ટોડિયલ કમિટી અને સંચાલકો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590