સરળ શબ્દોમાં સમજી શકાય તે રીતે પોસ્કો કાયદા અંગે વિદ્યાર્થીનીઓને જાગૃત કરાયા
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ તાપી દ્વારા નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.બી. પીઠવાના અધ્યક્ષ સ્થાને કે.કે.કદમ કન્યા વિધાલય ખાતે પોસ્કો એકટ ૨૦૧૨ના કાયદા અન્વયે અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અધિક જિલ્લા ન્યાયાધીશ,જિલ્લા કાનૂની સેવા સતા મંડળના કુલ ટાઈમ સેક્રેટરી,શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકો સહિત વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
આ સેમીનારમાં નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન.બી.પીઠવા દ્વારા પોસ્કો કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી.અવેરનેસ પ્રોગ્રામ માં પોસ્કો કાયદાની જોગવાઈ અંગે સરળ શબ્દોમાં સમજી શકાય તે રીતે આપવામાં આવી હતી.
તેમજ વિનામૂલ્યે કાનૂની સહાય મેળવવાના અધિકાર બાબતે જાણકારી આપી હતી.જે માટે કોઈ પણ વ્યક્તિ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનુની સેવા સતા મંડળના કુલ ટાઈમ સેક્રેટરી અને તાલુકા કક્ષાએ તાલુકા લીગલ સર્વિસ કમીટીના અધ્યક્ષ નો સંપર્ક સાધી શકાય તે બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ કાયદા બાબતે વિસ્તારપૂર્વક સમજ કેળવી વિવિધ કાયદાકીય જોગવાઈ ની સમજણ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આપવામાં આવી હતી.શાળાના આચાર્ય સંગીતાબેન ચૌધરી દ્વારા વિધાર્થીનીઓને પ્રાસંગિક ઉદબોધન થકી કાયદા અંગે જાગૃતતા કેળવવામાં આવી હતી.લીગલ અવેરનેસ પ્રોગ્રામ માં કે.કે.કદમ કન્યા વિધાલયમાં અભ્યાસ કરતી ધોરણ ૧૧ તથા ૧ર ની અંદાજીત ૩૦૦ જેટલી વિધાર્થીનીઓને કાયદા બાબતે સમજ આપી જાગૃતતા કેળવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590