વ્યારા તાલુકાના અંધારવાડી નજીક ગામના 52 વર્ષીય વૃદ્ધને ઓનલાઇન 3 લાખની લોન આપવાનું કહી,અંદાજે 17 હજારની છેતરપિંડી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
વ્યારા તાલુકાના અંધારવાડી નજીક ગામના અનિલસિંહ નટવરસિંહ બારડ (ઉ. વ.52,રહે. અંધારવાડી નજીક ગામ તા.વ્યારા જી.તાપી) ફેસબુક એપ ઉપર “રીલાયન્સ ફાયનાન્સ લીમીટે" નામથી ઓનલાઇન લોન ની જાહેરાત જોઈએ હતી.વૃદ્ધ એ તે લીંક ઓપન કરીને તેમા જણાવ્યા મુજબ મારો આધારકાર્ડ, પાનકાર્ડ તથા તેમની સેલ્ફી મોકલી આપી હતી.ત્યારબાદ વૃદ્ધને અજાણ્યા ઈસમ દ્વારા ફોન કરી કહેવામાં આવ્યું હતું કે,તમારી ત્રણ લાખની લોન મંજૂર થઇ ગયેલ છે. પરંતુ તમારે પ્રોસેસિંગ ફી ના રૂપિયા- 2,150/- ભરવા પડશે અમે તમને વોટ્સએપ ઉપર નંબર મોકલીએ છે તે નંબર ઉપર ગુગલ પે થી ભરી દો. ત્યારે વૃદ્ધ એ તેમના ખાતામાં રૂ.2,150/- તથા વૃદ્ધ નું સેવિંગ ખાતું હોય જેથી બીજા રૂપિયા 7,900/- તથા એક્ટીવેશન ના નામે રૂપિયા 7,900/- એમ મળી કુલ રૂપિયા 17,950/- તેમના ખાતામાં નાખી દીધા હતા. તેમ છતાં વૃદ્ધને લોન કે નાણાં પરત મળ્યા ન હતા. જેથી તેમણે છેતરપિંડીનો અંગેનો ગુન્હો વ્યારા પોલીસ મથકે નોંધાવ્યો હતો.પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590