શહેરના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલી જય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એમ્બ્રોઈડરીની દુકાનની લિફ્ટનો હૂક વાયર તૂટી જતાં એર કોમ્પ્રેસર ટાંકી નીચે ઊભેલા બે યુવકો પર પડી હતી. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્યને ઈજાગ્રસ્ત હાલતમાં સ્મીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું પણ બુધવારે સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, ભાવેશ રમેશ સોનાણી શહેરના આંજણા ફાર્મ વિસ્તારમાં આવેલી જય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 1માં એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે. ભાવેશે કારખાનામાં એર કોમ્પ્રેસર રિપેર કરવા માટે દિવ્યેશ સાવલિયાને ફોન કર્યો હતો. રિપેરિંગ માટે ત્રીજા માળેથી કોમ્પ્રેસરને નીચે લઈ જતી વખતે લિફ્ટનો હૂક વાયર તૂટી ગયો હતો અને કોમ્પ્રેસર નીચે ઊભેલા બે વ્યક્તિઓ પર પડ્યું હતું. ગંભીર રીતે ઘાયલ લાલન મિશ્રાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જ્યારે ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માળી (40)ને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન પારસનું મોત નીપજ્યું હતું. સલાબતપુરા પોલીસે રીપેરીંગ માટે આવેલા માલિક ભાવેશ રમેશ સોનાણી અને દિવ્યેશ સાવલીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારસ મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને હાલ પુનાગામ વિવેકાનંદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590