રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મિશન મૉડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે સુરત જિલ્લામાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.ખેડુતોને ઘર આંગણે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે તે માટે જિલ્લાના આત્મા પ્રોજેકટના સહયોગથી બારડોલી તાલુકા મથકે દર સોમવારે અને ગુરૂવારે સાંજના ૪.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી સ્વરાજ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા પોતાના શાકભાજી,કઠોળ,અનાજ જેવી ખેતપેદાશો પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે.
રસાયણમુકત ખેતીથકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતો પ્રયાસ કરી રહ્યા છે.બારડોલીના નગરજનો પણ શુધ્ધ અને સાત્વિક ખેતપેદાશોની હોશે હોશે ખરીદી કરી રહ્યા છે.જેથી વધુમાં વધુ પ્રજાજનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો પાસેથી ખરીદી કરીને પ્રોત્સાહન આપે તેજ સમયની માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590