આગામી ૩૦/૦૪/૨૦૨૨ સુધી દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં તકેદારીના યોગ્ય પગલાઓ ભરવા સૂચના છે.
જેમ કે કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે ખેડુતોના ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું. રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલળે નહિ તે મુજબ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવું.તેમજ જંતુનાશક દવા ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.ફળ પાકો અઅને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા ફળઝડ પાકોમાં ફળોની વીણી કરીને ફળઝાડોને પવન સામે રક્ષણ માટે ટેકા આપવાની વ્યવસ્થા કરવી. એ.પી.એમ.સીમાં વેપારી મિત્રો તેમજ ખેડુતોએ કાળજી રાખી અગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે એ.પી.એમ.સીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એપી.એમ.સીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો શક્ય હોય તો આ દિવસો દરમિયાન નિરીક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષિત રાખવા, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ ઇનપુટ ગોડાઉનમાં પલળે નહિં તે મુજબ સુરક્ષિત રાખવું એમ સી.સી. ગરાસીયા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત-તાપી વ્યારા દ્વારા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590