નંદુરબારના 41 વર્ષીય ગણેશદત્તાના પગમાં ફ્રેક્ચર થયેલ હોય,જેના ઓપરેશન માટે રૂપિયા ન હોવાથી કુકરમુંડા માંથી પસાર થતી તાપી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલી કરી.
નંદુરબારના ગણેશદત્તા પ્રભાકર પંડિત (ઉ. વ.૪૧ ,હાલ રહે.નં.૧૮૧, મસ્જીદ ચોક, કુકરમુંડા તા. કુકરમુંડા જી.તાપી, મૂળ રહે. વાણીયાવીર ગામ, તા અલકુવા, જી.નંદુરબાર,મહારાષ્ટ્ર રાજ્ય )ને પગમાં ફ્રેક્ચર થયું હતું, પરંતુ ઓપરેશન માટે રૂપિયા નહી હોવાના કારણે સતત ચિંતિત રહેતા હતા.જે બાદ કાવઠા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના પુલ ઉપર પોતાના ચપ્પલ, થેલી,પાસબુક, લાકડી તથા પર્સ મુકીને તાપી નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું.ત્યારબાદ ગણેશદત્તાની લાશ જુના કુકરમુંડા ગામે તાપી નદીના પાણીમાં મરણ પામેલી હાલતમાં મળી આવી હતી. નિઝર પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590