અંબાજીથી ઉમરગામની ટ્રાયબલ સબ પ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓ બહારની એજન્સીઓના ઇશારે કરોડોનું ભ્રષ્ટાચાર કરે છે: ધારાસભ્ય ચૈતર વસાવા
નર્મદા જિલ્લાના ગુજરાત પેટર્ન યોજના માટે મંજૂર કરાયેલા 30 કરોડના કામો પ્રભારી મંત્રી દ્વારા રદ કરાતા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. અને તેમણે આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી, નર્મદા પ્રભારી મંત્રી પર ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો.
ગુજરાત પેટર્ન યોજના 2024-25ના નાણાકીય વર્ષ માટે નર્મદા જિલ્લાના લોકો માટે 30.68 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તારીખ 12 ડિસેમ્બર 2024ના રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. 28 નવેમ્બર 2024ના રોજ દેડીયાપાડા અને સાગબારા તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની મિટિંગમાં પણ સરકારી નિયમો અનુસાર આયોજનો નક્કી કરાયા હતા.
ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પત્રમાં જણાવ્યું હતું કે, આ યોજનામાં પ્રભારી મંત્રી દ્વારા બહારની એજન્સીઓના ઇશારે 10 કરોડથી વધુ રકમના અનાવશ્યક પ્રોજેક્ટ ઉમેરાયા છે. ફાઈલો ગાંધીનગર મંગાવી અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી નવેસરથી દરખાસ્તો તૈયાર કરાવવામાં આવી રહી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને તાકીદે તપાસ કરવાની અને પ્રભારી મંત્રી દ્વારા કરાયેલ ગેરરીતિને રોકી, ફરીથી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવાની માંગ કરી છે. અને માત્ર નર્મદા જિલ્લામાં જ નહીં, પરંતુ અંબાજીથી ઉમરગામ સુધીની ટ્રાઇબલ સબપ્લાન ગ્રાન્ટમાં પણ પ્રભારી મંત્રીઓ દ્વારા કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590