બારડોલી ખાતે આવેલ ટ્રુ ચેંજ ટ્રસ્ટ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જનરલ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા યુવકે નોકરી છોડી ભાગીદારીમાં સ્વીટી પાર્ટી પ્લોટ વ્યારા કહતે બ્રાઇટ ફ્યુચર વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલુ કરતા, યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
બારડોલીના નિશીથ ધર્મેન્દ્રસિંહ ગોહિલ (રહે.સ્વીટી પાર્ટી પ્લોટ,વ્યારા તા.વ્યારા જી.તાપી મૂળ રહે.બારડોલી તા.બારડોલી જી.સુરત ) તા.૦૧/૦૯/૨૦૨૨ થી તા.૨૪/૦૯/૨૦૨૩ સુધી બારડોલી ખાતે આવેલ ટ્રુ ચેંજ ટ્રસ્ટ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જનરલ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા હતા.તે નોકરી છોડી નિશીથ ધર્મેન્દ્રસિંહ ગોહિલ એ ભાગીદારીમાં સ્વીટી પાર્ટી પ્લોટ વ્યારા ખાતે બ્રાઇટ ફ્યુચર વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલુ કર્યું હતું.જેને લઈને ટુ ચેન્જ ટ્રસ્ટ વ્યસન મુક્તિ કેન્દ્રના ટ્રસ્ટી ગૌરાંગસિંહ સુધીરસિંહ વાસિયા (રહે.વિઠ્ઠલ બંગલો શાસ્ત્રી રોડ બારડોલી તા.બારડોલી જી. સુરત)એ નિશીથ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ના મિત્ર મિતેશ પટેલને નિશીથ ને મારી નાખવા માટે સોપારી આપ્યાનો મેસેજ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ નિશીથ ધર્મેન્દ્રસિંહ ગોહિલ એ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વ્યારા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590