ઉચ્છલ તાલુકાના જામકી ખાતે બે પરિવાર વચ્ચે ઝગડા માં મારામારી થઈ હતી,જેમાં બંને પક્ષોએ એક બીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના જામકી ગામના સરવિંદ સામા ગામીતના ઘરે ફાઇનાન્સ વાળા લોનનો હપ્તો લેવા આવ્યા હતા અને ફાઈનાન્સ વાળાએ ગાડી રસ્તા પર મુકેલ હતી.જેને લઇને અરવિંદ શાંતુ ગામીત ઉશ્કેરાઈ ગયા હતા અને સરવિંદ સામા ગામીત સાથે ઝગડો કરવા લાગ્યા હતા.તેમજ એકબીજાને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને બંને પક્ષોના પરિવારના સભ્યો વચ્ચે પણ બોલાચાલી થઈ હતી અને ઈંટ વડે પણ માર મારવામાં આવ્યો હતો.અને બંને પક્ષો દ્વારા એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાદ સમગ્ર મામલો ઉચ્છલ પોલીસ મથકે પહોંચ્યો હતો.જેમાં સરવિંદ સામા ગામીત એ અરવિંદ શાંતુ ગામીત અને પ્રિયંકા વિપુલ ગામીત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.તેમજ પ્રિયંકા વિપુલ ગામીત એ સરવિંદ સામા ગામીત તથા સરિતાબેન સરવીંદભાઇ ગામીત અને શીલુ સરવીંદભાઇ ગામીત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ઉચ્છલ પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590