Latest News

સોનગઢ ખાતે દારૂના નશામાં ધૂત 2 ઈસમોએ પોલીસને કહ્યું,તમને હું કોર્ટમાં જોઈ લેવા..!

Proud Tapi 19 Sep, 2023 09:47 AM ગુજરાત

સોનગઢ ખાતે  બે ઈસમો દારૂના નશામાં દૂધ થઈ મોટરસાયકલ વાંકી ચૂકી હંકારી રહ્યા હતા જે બાદ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા ,ત્યારે બંને ઈસમોએ પોલીસને કહ્યું હતું કે, "તમને હું કોર્ટમાં જોઈ લેવા."ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પરોઠા હાઉસ પાસે બે ઈસમો મોટરસાયકલ રજી. નં.GJ -05-NH-9323 વાંકી ચૂકી ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ બંને ઈસમો પાસે ગઈ હતી ત્યારે જણાઈ  આવ્યું હતું કે બંને ઈસમોએ કેફી પીણાં નો નશો કર્યો છે.જે બાદ  ગેરકાયદેસર રીતે કેફી પીણાં નો નશો કરનાર  મોટરસાયકલ સવાર  (1) ફુરકાનખાન  રમઝાન ખાન  અને (2) રાજુનાનું રાઠોડ (બંને રહે. ચલથાણ તા. પલસાણા જી. સુરત ગ્રામ્ય ) બંનેની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે બંને ઇસમોએ તે  સમયે પોલીસને કહ્યું હતું કે," તમે અમને પકડ્યા છે તમને હું કોર્ટમાં જોઈ લેવા."બંને ઈસમો પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post