ઉચ્છલ તાલુકાના વડદા ગામે પતિ એ પત્ની ની સામે જ ઊભા રહી પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું.જે બાદ પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ પતિનું મોત નીપજ્યું હતું.ત્યારે સમગ્ર વિસ્તારમાં બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી.
મહારાષ્ટ્રના અજય (ઉ.વ.૩૨)નામક વ્યક્તિનું અંદાજે પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા.ત્યારે અજય અને તેની પત્ની ઉચ્છલના વડદા ખાતે સાળા ને ત્યાં રહેવા માટે આવ્યા હતા.ત્યારે કૌટુંબિક ઝઘડો કે અન્ય અગમ્ય કારણોસર અજય એ પોતાની પત્ની ની સામે જ પેટ્રોલ પોતાના શરીરે છાંટી લીધું હતું.અને આગ ચાંપી લીધી હતી.ત્યારે પતિ અજય ૯૦ ટકા દાઝી ગયો હતો.જે બાદ અજય ને સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ પતિનું મોત નિપજ્યું હતું.જોકે હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને,આત્મહત્યા માટેનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590