વ્યારા તાલુકાના ઇન્દુ ખાતે પતિ - પત્ની એ એક જ દોરી વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું અને મોતને વ્હાલું કર્યું હતું.ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વ્યારા તાલુકાના ઇન્દુ ખાતે રહેતા અજય જંયતી ગામીત (ઉ.વ ૨૫ રહે. ઇન્દુ ગામ.હોળી ફળિયું તા.વ્યારા જી.તાપી) અને તેમના પત્ની મેઘના અજય ગામીત (ઉ. વ.૨૬) એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં રસોડા ના ભાગે આવેલ છતનાં પંખા ના સળિયા સાથે લીલા જેવા કલરની નાયલોનની દોરી બાંધી બન્ને છેડા નો ગાળિયો બનાવી બંને એ અલગ -અલગ ગાળિયો ગળાના ભાગે પહેરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.અને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.ત્યારે કાકરાપાર પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આત્મહત્યાના કારણો જાણવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590