વ્યારા નગરના ખટાર ફળિયા ખાતે પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી,પતિએ જાનથી મારી નાંખવાના ઇરાદે બે ભાઈઓને સિમેન્ટ ઉચકવાના લોખંડના આકડાથી શરીરે માર માર્યો હતો.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વ્યારા નગરના ખટાર ફળિયા કાનપુરાના પ્રકાશ કોટલા ચૌધરી એ પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી,ઘરની પાસે જ રહેતા અજય રમેશ ગામીત અને તેમના નાના ભાઈ સુનિલ રમેશ ગામીતને જાનથી મારી નાંખવાના ઇરાદે સિમેન્ટ ઉંચકવાના લોખંડના આંકડાથી માથામાં તથા પગમાં તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જે બાદ બંને ભાઈઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જે બાદ સમગ્ર મામલો વ્યારા પોલીસ મથકે પહોંચ્યો હતો.વ્યારા પોલીસે આ અંગે ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590