કર્ણાટક પોલીસે ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યાની અટકાયત કરી છે. તેમની અટકાયત બાદ ભાજપના સાંસદના સમર્થકોમાં ગુસ્સો છે.
બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાની કર્ણાટક પોલીસે અટકાયત કરી છે
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવા બદલ લોકોના એક જૂથે લોકોને માર માર્યો હતો. હનુમાન ચાલીસા અને અઝાનનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. આ વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ ભાગ લીધો હતો. વિરોધ કરી રહેલા ભાજપના સાંસદને કર્ણાટક પોલીસે કસ્ટડીમાં લીધા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બળપ્રયોગ પણ કર્યો હતો.
શું હતો મામલો..
તેજસ્વી સૂર્યાએ વિરોધીઓને પાછા જવા વિનંતી કરી. સાંસદે કહ્યું કે બધાએ દૂર જવું જોઈએ. રવિવારે, 17 માર્ચે, બેંગલુરુમાં સિદ્દન્ના લેઆઉટ પાસે, અઝાનના સમયે, એક દુકાનદારે જોરથી હનુમાન ચાલીસા વગાડી. આ બાબતે એક સમુદાય અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાએ દુકાનદારને માર માર્યો હતો. આ બાબતને લઈને વિરોધ શરૂ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590