Latest News

બીટીટીએસ દ્વારા મણિપુરની હિંસા રોકવા માટે રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

Proud Tapi 25 Jul, 2023 05:24 PM ગુજરાત

મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારો ને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘૂમ

મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલા તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મણિપુરમાં 3 મે ના રોજથી તોફાનો ફાટી નીકળ્યા છે ,જે હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી ૧૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૬૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે,  હાલમાં જ સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બે કુકી આદિવાસી મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ચલાવવામાં આવી રહી છે ,ત્યારબાદ સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યાના સમાચાર સામે આવી છે. આ ફક્ત એક જ ઘટના નથી પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કુકી આદિવાસી મહિલાઓ સાથે થઇ હોવાના આક્ષેપ કર્યા હતા, એટલું જ નહીં પરંતુ કુકી આદિવાસી ના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કુકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા તેમ આક્ષેપ પણ આવેદન માં કરવામાં આવ્યા હતા, જે કોઈ અપરાધી છે ,તે લોકો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી.મણિપુર હિંસા રોકવામાં ત્યાંની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે તેમજ દેશના વડાપ્રધાન પણ આ હિંસા રોકવા માટે પ્રયાસ નથી કરી રહ્યા તેથી મણિપુર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ હિંસા ને સમર્થન આપી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા,  કેંદ્ર સરકારના વલણ પરથી લાગી રહ્યું છે કે તેઓ મણિપુરને ભારત દેશનો ભાગ માનતા નથી. મણિપુરના લોકો સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તથા સરકાર ત્યાં શાંતિ સ્થાપે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા કોઇ પણ પ્રકારના પગલા ઉઠાવવામાં આવી રહ્યા નથી. સરકારનું વલણ જોતા તો લાગી રહ્યુ છે કે જાણે સરકારે જાણી જોઈને મણિપુર ને સળગવા માટે અને કુકી આદિવાસીઓને મરવા માટે છોડી દિધા છે. તેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રત્યે આશા રાખવી નિરર્થક છે. જેથી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુર  મણિપુરમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા માટે પ્રયાસ કરે જો આ બાબતે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે અને મણિપુરના કુકી આદિવાસીઓને ન્યાય આપવામાં નહીં આવે તો આ મુદ્દે સમગ્ર દેશનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post