ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તારાજી સર્જાય છે. હજારો લોકોની ઘરવખરી પાણીમાં વહી જતાં મોટું નુકશાન થયું છે. આ સાથે જ કેટલાક પશુપાલકોના ઢોરના પાણીમાં તણાઈ જતા મોત, જ્યારે અનેક ધરતીપુત્રોના પાકનો પૂરના પાણી એ સોથ વાળી દીધો છે.
તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર, પાણેથા, તરસાલી ઓરપટાર, ટોઠીદ્રા અને જુનાપરા સહિતના અનેક વિસ્તારોમાં લોકોના મકાનો પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ તંત્રની બેદરકારીના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હોવાના સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590