Latest News

Salute to Gujarat Police : પરીક્ષાર્થીની વ્હારે આવી બાલાસિનોર પોલીસ, પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું

Proud Tapi 13 Mar, 2024 08:04 AM ગુજરાત

સમગ્ર રાજ્યમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે બાલાસિનોરની એમ એન્ડ ઓ શેઠ હાઈસ્કૂલમાં 12 આર્ટસની પરીક્ષા આપતી પરીક્ષાર્થીને અચાનક પેટમાં દુખતા બાલાસિનોર પોલીસ મદદે આવી હતી. પોલીસે તાત્કાલિક 108 બોલાવી પરીક્ષાર્થીને હોસ્પિટલમાં સારવાર કરાવી અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પરત પહોંચાડી હતી. પરીક્ષાર્થીએ શાળા પ્રશાસન અને બાલાસિનોર ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો ચાલી રહી છે. ત્યારે બાલાસિનોર પોલીસે પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાલાસિનોરની એમ એન્ડ ઓ શેઠ હાઈસ્કૂલમાં ધોરણ 12 ની આર્ટસની પરીક્ષા આપવા આવેલ માલઈંટાડી ગામની સંજના નામની વિધાર્થિનીને અચાનક જ પેટમાં દુખાવો થયો હતો. ત્યારે બાલાસિનોર પોલીસ આ પરીક્ષાર્થીની વ્હારે આવી હતી.

બાલાસિનોરમાં વિધાર્થિનીને અચાનક જ પેટમાં દુખાવો થતા પોલીસે શાનદાર કામગીરી અને સમયસૂચકતા દાખવી હતી. બાલાસિનોર પોલીસ દ્વારા તાત્કાલિક 108 બોલાવી શાળા પ્રશાસનની મદદથી પરીક્ષાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડી હતી. ઉપરાંત પરીક્ષાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પરત પહોંચાડી હતી.

પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને શાળા પ્રશાસનની મદદથી બીમાર પરીક્ષાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ જવામાં આવી હતી. ઉપરાંત તાત્કાલિક સારવાર કરાવી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડતા વિધાર્થિનીને પરીક્ષા પર આપી હતી. જેની અન્ય બાળકોના વાલીઓ જાણતા શાળા પ્રશાસન અને બાલાસિનોર ટાઉન પોલીસનો વાલીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ બાબતને લઈને પોલીસે સાચા અર્થમાં પ્રજાનો મિત્ર હોવાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post