બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશભરમાં સરકારી નોકરીઓમાં આરક્ષણને લઈને ભડકેલી હિંસા માટે તેમના રાજકીય વિરોધીઓને દોષી ઠેરવ્યા છે. અત્યાર સુધીમાં આ હિંસામાં ઓછામાં ઓછા 147 લોકોમાર્યા ગયા છે. રાજધાની ઢાકામાં બિઝનેસ લીડર્સને સંબોધતા સુશ્રી હસીનાએ કહ્યું કે દેશની સ્થિતિ જયારે સુધરશે ત્યારે કર્ફ્યુ હટાવી લેવામાં આવશે. તેઓએ નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે કર્ફ્યુ લાદવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું દેશની સર્વોચ્ચ અદાલતે ગત રવિવારે એક ચુકાદામાં મોટાભાગના ક્વોટાને રદ કરવા સંમત થયાના એક દિવસ પછી સુશ્રી હસીનાએ આ ટિપ્પણીઓ આપી હતી. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590