તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગ્રામ પંચાયત ખાતે જન સુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં લીડ બેંક મેનેજર રસિક જેઠવા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સાથે તાપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના અધિકારી દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી અને ડીસ્ટ્રીકટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તાપી કચેરીના અધિકારીઓ દ્વારા યોજનાકીય માહિતીની જાણકારી આપવામાં આવી હતી. તેમજ બેંક મિત્ર નિકિતાબેનના સહયોગથી ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં લીડ બેંક મેનેજર,પ્રિતેશ પાઠક,FLCC ના અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો એ ઉત્સાહપૂર્વક PMJJBY PMJSBY યોજનામાં વીમા કરાવવા ભાગ લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590