ડોલવણ બેંક ઓફ બરોડા માં નોકરી કરતા પરિણીત યુવાને બેંકમાં જ કામ કરતી યુવતી સાથે આડા સંબંધ રાખ્યા,અને પત્નીને માનસિક ત્રાસ આપતા,મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ડોલવણના વરજાખણ ગામના અજયભાઈ માધુભાઈ પટેલ (રહે. બારી ફળીયુ,ગામ. વરજાખણ તા.ડોલવણ જી.તાપી ) ડોલવણ બેંક ઓફ બરોડા ખાતે નોકરી કરે છે.ત્યારે અજયભાઈ પરિણીત અને ત્રણ વર્ષ ની દીકરી હોવા છતાં પણ બેંક ઓફ બરોડા ઓફિસ પાછળના બી.સી.પોઇન્ટ ચલાવવાનું કામ કરતા નિકિતાબેન ચૌધરી (રહે.પાઠકવાડી તા.ડોલવણ જિ.તાપી)સાથે આડા સંબંધ રાખ્યા હોય,આ આડા સંબંધને લઈ અજયભાઈ પત્નીને હેરાનગતિ કરતા હતા.અજયભાઈ તેમની પત્નીની સાથે અપશબ્દોમાં વાત કરતા અને ઘરમાંથી જતી રહે એવું કહેતા તેમજ અનેક પ્રકારનો માનસિક ત્રાસ આપતા હતા.
જે બાદ અજયભાઇ નાં પત્ની એ આખરે કંટાળી જતા તેમણે ડોલવણ પોલીસ મથકે પતિ અજયભાઈ અને નિકિતાબેન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં તેમની પત્ની એ જણાવ્યું હતું કે,પતિ અજય અને નિકિતા એ જીવન તહસ - નહસ કરી નાખ્યું છે અને જાતે જ ઘર છોડી ચાલી જાઉં તે માટે હેરાન ગતિ કરવામાં કોઈ પણ કસર તેમને છોડી નથી.તેમજ અપશબ્દો બોલી ને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.ત્યારે પત્નીની ડોલવણ પોલીસને એટલી જ અરજ છે કે પતિ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે તેવું જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590