નિઝર ખાતે આવેલ શ્રી જી કાઠીયાવાડી હોટલમાં જમવાના ભોજનમાં મરેલો કોકરોચ નીકળ્યો હતો. ત્યારે જમવા ગયેલા ગ્રાહક રોષે ભરાયાં હતાં.તેમજ શ્રી જી કાઠિયાવાડી હોટલ ના ભોજનની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.હોટેલ સંચાલકો દ્વારા ગુણવત્તા હીન ખોરાક આપવાને કારણે જો કોઈને ફૂડ પોઈઝનીંગ થાય અને ગ્રાહકે હોસ્પિટલ ભેગા થવાનો વારો આવે તો તે માટે કોણ જવાબદાર રહેશે ? હોટલ માલિક કે પછી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.
નિઝરની શ્રી જી કાઠીયાવાડી હોટલમાં જમવા ગયેલા ગ્રાહકના ભોજનમાં કોકરોચ નિકવા અંગે તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે.
તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલ શ્રી જી કાઠીયાવાડી હોટલમાં જમવા માટે જતા હોવ તો ચેતી જજો કારણ કે હોટલ સંચાલક દ્વારા ભોજન સાથે કીડા મકોડા પણ પીરસવામાં આવતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.નિઝર ખાતે આવેલ શ્રી જી કાઠીયાવાડી હોટલમાં ચાર જેટલા ગ્રાહકો બપોરના સમયે જમવા માટે ગયા હતા.ત્યારે ગ્રાહકના ભોજનમાં મરી ગયેલો કોકરોચ (વંદો)મળી આવ્યો હતો.
હોટેલ સંચાલકો દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે.ત્યારે પ્રશ્ન એ થાય છે કે હોટલ સંચાલકો આમ લોકોને સ્વાસ્થ્ય સાથે છેડા કરતા જરાય અચકાતા નથી ? શું તેમને તાપી જિલ્લાની અંદર કાર્યરત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ નો કોઈ ડર નથી ? કે પછી અધિકારીઓ સાથે ટકાવારી પ્રમાણે વ્યવહાર ચાલતો હોવાથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં નથી આવતી ?
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં આ અગાઉ પણ એક હોટલમાંથી આ રીતે જ ભોજન સાથે કીડા -મકોડા પિરસવામાં આવ્યા હતા. અને હવે આ નિઝર ખાતે તાપી જિલ્લાનો બીજો આ રીતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેના કારણે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા સમયસર હોટલ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે કે નહિ ? અને જો અધિકારીઓ દ્વારા સમયસર ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય તો શ્રી જી કાઠિયાવાડી હોટલ કોના છુપા આશીર્વાદ થી બાકાત રહી ગઈ છે ?
શ્રી જી કાઠિયાવાડી હોટેલ સંચાલક દ્વારા ગુણવત્તા હીન ભોજન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કોઈને ફૂડ પોઈઝનીંગ થાય અને ગ્રાહકે હોસ્પિટલ ભેગા થવાનો વારો આવે તો તે માટે કોણ જવાબદારી રહેશે ? હોટલ સંચાલકો કે પછી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ જવાબદાર રહેશે ?
ત્યારે સમગ્ર મામલાને લઈને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ કાર્યવાહી ના પગલાં લેવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને હોટલ સંચાલક સામે કાર્યવાહીના પગલાં લેવામાં આવે છે કે કેમ તે તો જોવું જ રહ્યું...!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590