ઉચ્છલ તાલુકાના મોહિની સરકારી હોસ્પિટલ ખાતે બહેન ની સારવાર કરાવવા આવેલ ભાઈની મોટરસાયકલ કલાકમાં જ ચોરટાઓ ચોરી ફરાર થઈ ગયા હતા.
ઉચ્છલ તાલુકાના મોહિની ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પ્રતિકભાઈ પોતાની મોટી બેન ને સારવાર માટે લઈ ગયા હતા.ત્યારે કોઈ ચોરટાઓ તેમની બાઈક લઈને ફરાર થઈ જતાં પ્રતિકભાઈ દ્વારા ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.મોહિની ગામના પ્રતિકભાઈ નારણભાઈ વસાવા (ઉ.વ.૨૯ રહે.મોહીની નિશાળ ફળિયું તા.ઉચ્છલ જિ.તાપી)પોતાની હીરો કંપનીની સ્પેલન્ડર પ્રો.મોટર સાઈકલ નંબર.GJ-26-L-0737 ની સિલ્વર કલરની બ્લ્યુ પટ્ટા વાળી પર સવાર થઈ તેમની મોટી બહેન ને મોહિની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.અને મોટરસાયકલ બહાર પાર્ક કરી હતી.જે બાદ કલાક પછી તેઓ બહાર આવતા મોટરસાયકલ બહાર ન દેખાતા તેમણે આજુબાજુના વિસ્તારોમાં મોટરસાયકલ ની શોધખોળ કરી હતી ,પરંતુ બાઈક મળી ન આવી હતી.તેમની બાઇક ની આશરે કિમત રૂપિયા ૨૦,૦૦-/- જે અંગે ની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590