Latest News

પટના સિવિલ કોર્ટમાં વિસ્ફોટ, એકનું મોત, 3 વકીલ દાઝી ગયા

Proud Tapi 13 Mar, 2024 09:49 AM ગુજરાત

બિહારની રાજધાની પટનામાં બુધવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. એક વકીલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્રણ વકીલો દાઝી ગયા.

બિહારની રાજધાની પટનામાં બુધવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. પટના સિવિલ કોર્ટમાં આજે બપોરે એક ટ્રાન્સફોર્મરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વકીલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન ટ્રાન્સફોર્મર પાસે ઉભેલા ત્રણ વકીલો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા જ ફાયર  બિગ્રેટની ગાડી  ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ તપાસમાં જોડાઈ
પટનામાં બુધવારે બપોરે એક ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક વકીલનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ દાઝી ગયા હતા. ઘાયલોને સારવાર માટે પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. હાલ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post