સ્વતંત્રતા પર્વ નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-આહવા દ્વારા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર-વઘઇ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડાંગ જિલ્લા કલેકટર તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આહવાના પ્રેસિડેન્ટ મહેશ પટેલે બ્લડ ડોનેટ કરી, અન્ય લોકોને પણ બ્લડ ડોનેશન ના ઉમદા કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિત્તે વઘઇ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ મા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત, ડાંગ જિલ્લા એલ.સી.બી. પી.એસ.આઈ. જયેશભાઇ વળવી, આહવા પોલીસ મથકના રીડર પી.એસ.આઈ. કે.કે.ચૌધરી સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ અન્ય લોકો પણ રક્ત દાન, મહા દાનના ઉમદા કાર્યમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590