કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ બુધવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને તેમની સામે નોંધાયેલી એફઆઈઆરને રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. આ એફઆઈઆર કર્ણાટકના સીએમ વિરુદ્ધ વર્ષ 2022માં વિરોધ પ્રદર્શન દરમિયાન બંધ કરાયેલા રસ્તાને લઈને નોંધવામાં આવી હતી. સ્પેશિયલ લીવ પિટિશનમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. જેમાં સીએમ સિદ્ધારમૈયા અને અન્ય દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલની કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી.
હાઈકોર્ટે દંડ ફટકાર્યો હતો
કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતની બેન્ચે ગયા અઠવાડિયે સીએમ સિદ્ધારમૈયાને 26 ફેબ્રુઆરીએ એમપી/એમએલએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા કર્ણાટક હાઈકોર્ટે AICCના જનરલ સેક્રેટરી અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાને 7 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. જ્યારે 11 માર્ચે મંત્રી એમ.બી. પાટીલ અને પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીને 15 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતાઓએ ઠપકો આપ્યો
કોંગ્રેસના નેતાઓને ફટકાર લગાવતા હાઈકોર્ટે કહ્યું કે, જનતાના પ્રતિનિધિ હોવાના કારણે રસ્તાઓ બ્લોક કરવાની વૃત્તિ બિલકુલ યોગ્ય નથી. CM સિદ્ધારમૈયા અને અન્ય કોંગ્રેસી નેતાઓ સામે 14 ફેબ્રુઆરી 2022ના રોજ બેંગલુરુ હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
જાણો સમગ્ર મામલો
કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ આત્મહત્યા કેસમાં કોંગ્રેસે તત્કાલિન મંત્રી કે.એસ. ઇશ્વરપ્પાના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન રેસકોર્સ રોડ વ્યસ્ત હોવાથી અસ્તવ્યસ્ત બની ગયો હતો. આ વિરોધને કારણે કેટલાય કિલોમીટર સુધી જામ થઈ ગયો હતો, જેના કારણે મુસાફરોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પોલીસે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને અન્ય કોંગ્રેસી નેતાઓ વિરૂદ્ધ રોડ બ્લોક કરવા અને કાયદો અને વ્યવસ્થાને અસર કરવાના આરોપમાં FIR નોંધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590