Latest News

વાલોડ દેગામા,કોંકણવાડ ગામે બ્રિજ ધરાશાયી થવાના પ્રકરણમાં મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

Proud Tapi 17 Jun, 2023 06:43 PM ગુજરાત

લોકાર્પણ પહેલાં જ પુલ ધરાશાયી થતાં મુખ્યમંત્રી દ્વારા  કાર્યપાલક ઇજનેર,નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર ને તાત્કાલિક ધોરણે ફરજ  પરથી સસ્પેન્ડ કર્યા.

તાપી જિલ્લાના દેગામા કોંકણવાડ ગામ ખાતે બે કરોડના ખર્ચે  બનાવવામાં આવેલ હાઈ લેવલ  બ્રિજ લોકાર્પણ પહેલાં જ ધરાશાયી થઈ જતા,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જવાબદાર સામે કાર્યવાહી કરવા નિર્ણય કર્યો.

મુખ્યમંત્રીએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા હતા.ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બ્રિજ નિર્માણમાં સંકળાયેલ એજન્સીએ હલકી કક્ષાનું  મટીરીયલ ઉપયોગમાં લીધું હતું.તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં જોવા મળી હતી.

બ્રિજ બનાવતી વખતે તેમાં  હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના કારણે જ પુલ ધરાશાયી થયો હતો,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે  પૂલની બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઇજનેર એન.કે.પંચાલ ,નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ રાઠોડ અને મદદનીશ ઇજનેર પાર્થ ચૌધરી ને  તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કર્યા હતા.

તેમજ બ્રિજનું કામ કરનાર એજન્સી એ  યોગ્ય મટીરીયલનો ઉપયોગ ન કર્યો હતો.ત્યારે બ્રિજનું કામ કરનાર  સુરતની જાણીતી  અક્ષય કન્સ્ટ્રક્શન ને સરકારે બ્લેકલિસ્ટેડ જાહેર કરી હતી.

જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.તેમજ આગળ  પણ સરકાર દ્વારા જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post