છેવાડાના સામાન્ય માનવીઓ પ્રત્યે પણ ભારોભાર સંવેદના ધરાવતા ડાંગ કલેક્ટર મહેશ પટેલે, જુદા જુદા બે માર્ગ અકસ્માતોમાં ઇજા પામેલા વ્યક્તિઓ તથા તેમના પરિવારજનોની સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લઈ, તમામ મદદ અને સહયોગની ખાત્રી આપી હતી.આજે વહેલી સવારે આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા, અને ગઈ કાલે ચિંચલી બાબુલ ઘાટમા ટેમ્પાને તેમજ મોડી રાત્રે સાપુતારા ઘાટ માર્ગમાં લક્ઝરી બસને નડેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તો, તથા તેમના પરિવારોને રૂબરૂ મળવા પોતાના ચુનંદા અધિકારીઓ સાથે ધસી ગયેલા કલેકટરે , બનેલા બનાવની તલસ્પર્શી વિગતો મેળવી, અસરગ્રસ્તોને તમામ સહયોગની ખાત્રી આપી સિવિલ સત્તાવાળાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વેળા કલેકટર મહેશ પટેલની સાથે ડિઝાસ્ટર મામલતદાર અર્જુનસિંહ ચાવડા સહિત સિવિલના આર.એમ.ઓ ડો.રિતેશ બ્રહ્મભટ્ટ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે,તા.૯/૫/૨૦૨૩ ના રોજ આશરે ૫-૩૦ કલાકે આહવા તાલુકાના ચિંચલી ગામે ચિંચલી થી મહારાષ્ટ્ર જતા રસ્તા પર મોટા દેવ દર્શન કરવા માટે આવેલ દર્શનાર્થીઓનો ટેમ્પો MH 04 EB 3291 મા સવાર થઈને તેમના વતન મહારાષ્ટ્ર પરત થતી વેળાએ ચિંચલી બાબુલ ઘાટ નજીક ટેમ્પો પલટી ગયો હતો.જેમા અંદાજીત ૧૦-૧૫ વ્યક્તીઓ સવાર હતા.જે પૈકી ૨-૩ લોકોને ગંભીર તેમજ અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.જેઓને આહવા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
આ ઉંપરાત મોડી રાત્રીના આશરે ૧-૩૦ કલાકે એટલે કે તા.૧૦/૫/૨૦૨૩ના રોજ આહવા તાલુકાના માલેગામ ગામે સાપુતારાના ઘાટ માર્ગમાં (ફોરેસ્ટ રેસ્ટ હાઉસ થી ઉપર આવેલ રોડના વળાંકમાં) ખાનગી લક્ઝરી બસ નં. GJ 01 CT 9279 ની બ્રેક ફેઇલ થઇ જતા બસ પલટી જવા પામી હતી.આ બસમાં અંદાજીત ૪૭ થી ૫૦ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા.જે પૈકી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી ૨૫ જેટલા મુસાફરોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે,૭ મુસાફરોને સામુહિક આરોગ્ય કેન્દ્ર-શામગહાન ખાતે,અને ૯ મુસાફરોને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590