Latest News

ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર,તાપી જિલ્લાનું પરિણામ ૪૩.૨૨ ટકા નોંધાયું

Proud Tapi 02 May, 2023 06:45 PM ગુજરાત

તાપી જિલ્લાનું પરિણામ ૪૩.૨૨ ટકા સાથે, કુલ ૧૧૮૯ માંથી ૫૧૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા માર્ચ 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યનું સરેરાશ પરિણામ 65.58 ટકા રહ્યું છે. ત્યારે તાપી જિલ્લાનું કુલ પરિણામ ૪૩.૨૨ ટકા રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આ વર્ષ ૨૦૨૩માં ધો.12 સાયન્સ માટે તાપી જિલ્લાના કુલ ૧૧૮૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૫૧૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.  

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મિડિયમ સ્કુલ-વ્યારા માંથી ઝા શુભાંશું રાકેશકુમાર  કુલ ૬૫૦ માંથી ૫૨૩ ગુણ મેળવી ૮૦.૪૬ ટકા સાથે ઉત્તીર્ણ થઇ તાપી જિલ્લામાં  પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે  પિન્કેશભાઇ  ઇનેશભાઇ ગામીત ૬૫૦ માથી ૫૦૮ ગુણ સાથે ૭૮.૧૫ ટકા મેળવી બીજા ક્રમે અને અશ્વિનીબેન કિશનભાઇ ગામીતે ૬૫૦ માંથી  ૫૦૫ ગુણ મેળવી ૭૭.૬૯ ટકા સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઇ એકલવ્ય રેસીડેન્સીયલ સ્કુલ ખોડદા નું નામ રોશન કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.  

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post