ગ્રામજનોએ રથના માધ્યમ થકી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ નીહાળી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ લિધા હતા
વિકસિત ભારત સંકલ્પ યાત્રાને તાપી જિલ્લાના ગામેગામ ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.“મોદીની ગેરંટી વાળી ગાડી”થી લોકપ્રિયતા મેળવી રહેલ આ રથ યાત્રાનું ગામેગામ ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકો વિવિધ સરકારી યોજનાના લાભથી માહિતગાર અને લાભાન્વિત થઈ રહ્યા છે.
ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કુકરમુંડા તાલુકાના બાલ્દા ગામે આવી પહોંચતાં ગ્રામજનોની જનમેદની ઉમટી પડી હતી અને સ્થાનિકોએ રથના હરખભેર વધામણા કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.
આગામી વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પયાત્રાની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે ઉપસ્થિત સૌએ રથના માધ્યમ થકી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ નીહાળી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ લિધા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની વિવિધ યોજનાકિય સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. “મેરી કહાની,મેરી ઝુબાની”થીમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓથી લાભાવિન્ત થયેલ લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને પ્રેરણા પુરી પાડી હતી. તમામ લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે પદાધિકારી-અધિકારીઓ,સરપંચ,ગામના આગેવાનો, આંગણવાડી બહેનો, આરોગ્ય વિભાગ, અન્ય વિભાગોના અધિકારી-કર્મચારીઓ, શાળાના બાળકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590