વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થયો છે. મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીએ ઘટનાસ્થળે જઈ જાત તપાસ કરી છે. આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બોટ દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય કરાયો છે.
વડોદરામાં સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 બાળકો સહિત 2 શિક્ષકના મોત થયા છે. ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા. બંનેએ ઘટનાસ્થળે જઈ જાત તપાસ કરી હતી. આ દુર્ઘટના મુદ્દે તેમના નિવેદનમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે બોટ ચાલક અને સંચાલકની બેદરકારીથી દુર્ઘટના ઘટી છે.
બોટ ચાલક અને મેનેજરને પકડીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે એકપણ કસૂરવારને છોડવામાં નહીં આવે
આ દુર્ઘટનાની તપાસ માટે 9 ટીમ બનાવવામાં આવી છે. તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય કરાયો છે. તપાસ અહેવાલ 10 દિવસમાં આપવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. દુર્ઘટના સ્થળે જાત માહિતી લીધા બાદ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. મૃતકોના પરિજનોને મળી સીએમએ સાંત્વના પાઠવી હતી.
આ સમગ્ર મામલે હવે ક્રાઈમ બ્રાંચ પણ એક્શનમાં આવી છે. બોટ સંચાલકો સામે હરણી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવશે. બોટના ચાલક અને મેનેજરની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ છે. ક્રાઈમ બ્રાંચે બંનેની પૂછપરછ હાથ ધરી છે. બોટનો મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે. પોલીસ હાલ હરણી લેક ઝોનના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590