Latest News

કળશમાંથી હીરા મોતી નીકળશે...! અંધશ્રદ્ધામાં ગળાડૂબ મહિલા પર ભૂવાએ 2 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, 14 લાખનું લગાવ્યું બુચ

Proud Tapi 10 Apr, 2024 05:45 PM ગુજરાત

21મી સદીમાં લોકો ચંદ્ર અને મંગળ સુધી પહોંચી રહ્યા છે,ત્યારે ભારતમાં અનેક જગ્યાએ અંધશ્રદ્ધા ફેલાવતા અને લોકોનો ફાયદો ઉઠાવતા ઠંગબાજો પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. તાંત્રિક વિધિના નામે એક મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને લાખો રૂપિયા પડાવી લીધા હતા.આ બાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં તાંત્રિક વિધિના નામે એક મહિલા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. આ કિસ્સો સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જણાવી દઈએ કે,આ મહિલાના ઘર નજીક આવેલા મકાન નંબર 283 ના બીજા માળે માતાજીનું મંદિર આવ્યું હતું, પોતાની પરિસ્થિતિ સારી નહીં હોવાને લઈને આ મહિલા મંગળવારે માતાજીના દર્શન કરવા જતી હતી,ત્યારે આ મંદિરમાં ભુવા તરીકે બેસતા હેતલબા અને બાપુ નામના વ્યક્તિએ મહિલાને જણાવ્યું હતું કે, તેના વતનમાં રહેલા જુના મકાનમાં માયા છે,જેને લઈને સતત હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યા દૂર કરવા માંગતા હોય તો આ બાબતે વિધિ કરવી પડશે. આ માટે લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે.આ ઠગબાજીમાં ભુવાની પત્ની પણ તેનો માતાજી બનીને સાથ આપતી હતી.

આ બાદ મંદિરમાં માતાજી તરીકે બેસતા હેતલબા અને બાપુએ આ મહિલા પાસેથી છેલ્લા બે વર્ષમાં ધીમે ધીમે 14 લાખ રૂપિયા કરતા વધુ રકમ પડાવી લીધી હતી. જોકે મહિલાના પરિવારની પરિસ્થિતિ ખરાબ હોવાને લઈને આ તાંત્રિકો તેનો ફાયદો ઉઠાવતો હતો અને તેને વારંવાર વિધિના નામે રૂપિયા પડાવતો હતો. આ ઉપરાંત, વિધિના બહાને હેતલબા અને બાપુએ મહિલાને પોતાના મઠમાં બોલાવી મઠનો દરવાજો અંદરથી બંધ કરી દઈ તેના ઉપર લીંબુ અને મરચાં ઉતારીને આંખો બંધ કરી ધ્યાન કરવાનું કીધું હતું, જોકે આ મહિલા ધ્યાન કરતી હતી એ સમયે મહિલાને માયાની પ્રાપ્તિ થશે તેમ કહી તેને પોતાના કપડાં ઉતારવાનું કહ્યું હતું.

આ સાંભળતા જ મહિલાએ કપડાં ઉતારવાની ના પાડી તેણીએ આંખો ખોલી નાખી હતી. આથી, બાપુ ઉશ્કેરાયા હતા અને આ મહિલાને આખો કેમ ખોલી તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ બાદ,મહિલાના કપડાં બળજબરી પૂર્વક કાઢી તેને જમીન પર સુવડાવી તેના પર બળાત્કાર કર્યો હતો. આ સાથે બાપુ એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી અંદરથી હીરા મોતી નીકળશે, તેઓ વિશ્વાસ પણ અપાવ્યો હતો. જોકે ત્યારબાદ આ કળશ પરની કપડું વટાવતા તેમાંથી પથ્થર મળી આવ્યા હતા. ફરિયાદી મહિલા સાથે આ તાંત્રિક દ્વારા બળાત્કાર સાથે છેતરપિંડી કરી 14 લાખ રૂપિયા પડાવી લેવાને લઈને આ મહિલાએ આ મામલે સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી. મહિલાની વિગતોમાં આ તાંત્રિક છેલ્લા બે વર્ષથી તેનું આર્થિક અને શારીરિક શોષણ કરતાં હોવાનું સામે આવ્યું છે, પોલીસની તાંત્રિક ની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post