રાજ્યની સમસ્ત જેમ ડાંગ જિલ્લામાં પણ આજે તારીખ ૨૭ ફેબ્રુઆરી થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માનસિક તણાવ વિના, સ્વસ્થ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પરીક્ષા સેન્ટરો ઉપર ભયમુક્ત અને સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવામાં આવેલ છે.
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી સહિત સ્થાનિક પદાધિકારીઓએ આજે પ્રથમ દિવસે ઠેર ઠેર પરીક્ષા કેન્દ્રો ઉપર કુમકુમ તિલક કરી પરીક્ષાર્થીઓનું ઉમેળકાભેર સ્વાગત કર્યુ હતું. આ સાથે જ આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે ધોરણ ૧૦ માં કુલ ૧૧ કેન્દ્રોના ૧૪ બિલ્ડીંગના ૧૩૩ બ્લૉક પર ૩૦૭૫ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. ધોરણ ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૫ કેન્દ્રોના ૦૭ બિલ્ડિંગના ૬૩ બ્લૉક પર ૧૭૦૬ વિદ્યાર્થીઓ, જયારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૨ કેન્દ્રોના ૦૨ બિલ્ડીંગના ૧૭ બ્લૉક પર ૩૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.જે કુલ મળી ૧૮ કેન્દ્રોના ૨૩ બિલ્ડીંગના ૨૧૩ બ્લૉક પર ૫૦૭૮ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590