ભારત સરકારના ગૃહ વિભાગ હેઠળ આવેલ ૬ બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ(NDRF) વડોદરા અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી દ્વારા કલેકટર ડૉ.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાની શાળાઓ, ઔદ્યોગિક એકમો અને ગ્રામ્ય કક્ષાના વિસ્તારોમાં પુર, વાવાઝોડુ, આગ, ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન પોતાના જીવ અને અન્ય વ્યકિતઓના જીવ બચાવવા શુ કરવુ અને શુ ન કરવું? આ સાથે કઇ રીતે આકસ્મિક આપત્તિ દરમિયાન એકબીજાને મદદરૂપ થઇ શકાય તથા સાવચેતીના પગલાં કઇ રીતે લેવા તે વિશે મોકડ્રિલ તથા ડેમોસ્ટ્રેશન સાથે સમજણ આપવા અને વિપુલ પ્રમાણમાં જનજાગૃતિ ફેલાવવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનુ આયોજન તાપી જિલ્લામાં કરવામાં આવ્યું હતું.
જેના ભાગ રૂપે આજે જિલ્લા વહીવટી તંત્ર અને 6-બટાલીયન NDRF ટીમ વડોદરાના –આસીસસ્ટન્ટ કમાન્ડન્ટ રાકેશ બિષ્ટના નેતૃત્વ હેઠળ જિલ્લા કક્ષાનું સંયુક્ત પુર સંભવિત મોકડ્રીલનું આયોજન વ્યારા નગરપાલિકા જલવાટિકા ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં વ્યારા તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં આવેલ જલવાટિકા તળાવમાં કુલ ચાર સહેલાણીઓની બે બોટ તળાવના પાણીમાં ડૂબી જવાની ઘટના બનવાની જાણ કન્ટ્રોલ રૂમને થતા, તાત્કાલિક ધોરણે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાયર, પોલીસ, મેડિકલ વિભાગને ઘટના સ્થળે મોકલી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુ સહાયતા માટે NDRFની ટીમને ઘટના સ્થળે બોલાવી ડુબતા ચાર વ્યક્તિઓને રેસ્ક્યુ કરી રાહત બચાવ અને પ્રાથમિક સારવાર અંગેની કામગીરી હાથ ધરાવામાં આવી હતી.
વહીવટી તંત્ર જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ,મહેસુલ વિભાગ, ફાયર વિભાગ, પોલીસ, મેડિકલ વિભાગ, નગરપાલિકા તેમજ અન્ય સંબંધિત વિભાગો હાજર રહી મોકડ્રીલને સફળ બનાવી હતી.અને ભવિષ્યમાં થતી આ પ્રકારની આકસ્મિક ઘટનાઓને નિવારવા અને જિલ્લાનું વહિવટી તંત્ર સજ્જ બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ બાદ તાપી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ડિપ બ્રિફિંગ મીંટિગ રાખવામાં આવી હતી.જેમાં મોકડ્રિલ કાર્યક્રમને સફળ બનાવવા NDRF ટીમ સહિત સંબધિત તમામ વિભાગના અધિકારી/કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ મીટીંગમાં કોમ્યુનિકેશન ,મેડિકલ, ટ્રાફિક કન્ટ્રોલ, ઇન્સીડેન્ટ પ્લેશ ઓબઝર્વર દ્વારા સમગ્ર મોકડ્રીલની ઘટના દરમિયાન કરેલા ઓબઝર્વ દ્વારા કેટલીક જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી કે આપત્તિના સમયે કેવી રીતે કામગીરી કરવી, આપત્તિના સમયે કઈ કઈ બાબતોની કાળજી રાખવી વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. 6-બટાલીયન NDRF ટીમ વડોદરાના –આસીસ્ટન્ટ રાકેશ બિષ્ટ દ્વારા સબંધિત વિભાગોને આપત્તિના સમયે કઇ રીતે કામગીરી કરવી,કોઇ પણ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિના સમયે વહિવટી તંત્રે કઈ રીતે ફરજ બજાવી શકે ,તથા આપણે સ્વયં પોતાની સાથે સાથે અને અન્ય લોકોને કઇ રીતે બચાવી શકાય તે અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાંત અધિકારી આર.સી.પટેલ,ચિફ ઓફિસર વ્યારા ધર્મેશ ગોહિલ,પીઆઇ કે.બી ઝાલા,મામલતદા એચ.જે.સોલંકી,એઆરટીઓ એસ.કે.ગામીત,જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી કરન ગામીત,જે.કે.પેપમીલના સેફટી મેનેજર, પોલિસ જવાનો,NDRF ટીમના જવાનો, નગરપાલિકાની ટિમ, મેડિકલ ટીમે જિલ્લા કક્ષાના સયુંક્ત મોકડ્રિલ કાર્યકમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590