વ્યારાના વોર્ડ નં.૪ ના વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં સ્થાનિકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે.તેમ છતાં નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાર્ય કરતું નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.વ્યારા નગરના વોર્ડ નં.૪ ના મેઇન રોડ નહેર પાસે આવેલા આશાવાડી ફળિયાના લોકોના ઘરમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે.તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવતું નથી.
જોકે,વ્યારાના સયાજી ગ્રાઉન્ડ નજીક ચાર રસ્તાની વચ્ચે આવેલ પૂતળાની ફરતે 25 લાખના ખર્ચે કમળ બનાવવામાં આવ્યું છે, જેને લઈને રહીશોએ આક્ષેપ કર્યા છે કે,વ્યારા નગરપાલિકા દ્વારા સ્થાનિકોને પડતી હાલાકી માટે નાણાં ન ખર્ચીને માત્ર વેરો વધારીને તે નાણાં નો ખોટો ઉપયોગ કરીને 25 લાખના ખર્ચે કમળ બનાવવામાં જ રસ દાખવે છે.
વ્યારાના સ્થાનિક લોકો વર્ષોથી ચોમાસા દરમિયાન હેરાન પરેશાન થતા હોય છે ,પરંતુ નગર પાલિકાને પાણીના નિકાલ કરવાના કામમાં ક્યાં કોઈ રસ છે ? વ્યારાના આશાવાડીના રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો નોકરી ધંધા એ પણ જઈ શકતા નથી અને વિદ્યાર્થીઓ પણ શાળા કોલેજ જઈ શકતા નથી.વ્યારા નગરપાલિકા ના અયોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થાનિક પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે વ્યારા નગરપાલિકા દ્વારા આવા લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590