Latest News

DySP યાદવ અને કુંપાવતે ગોલ્ડ મેડલ જીતી દેશભરમાં વગાડ્યો ગુજરાતનો ડંકો

Proud Tapi 25 Mar, 2024 06:27 AM ગુજરાત

ગુજરાત પોલીસના (Gujarat Police) અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર ક્રાઈમ ડિટેક્શનમાં માહેર છે, તેવું નથી. તેઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ માહેર ખેલાડીઓ છે. ગુજરાતની પોલીસ શારિરીક અને માનસીક રીતે સ્વસ્થ રહે તે માટે વિભાગમાં સ્પોર્ટ્સને ખુબ પ્રોત્સાહન પોલીસ વડા દ્વારા આપવામાં આવે છે. ત્યારે ગુજરાતના પોલીસ અધિકારી અને કર્મચારીએ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં (Badminton Championship) ગોલ્ડ મેડલ (Gold Medal) હાંસલ કરી ગુજરાતનું અને પોલીસ બેડાનું નામ રોશન કર્યું છે.

તેલંગાણાના હૈદરાબાદ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે વિવિધ રાજ્યોની પોલીસ અને મિલિટરી ફોર્સ માટે 16મી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પીનશીપ ટુર્નામેન્ટ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. 17 માર્ચથી 23 માર્ચ 2024 સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 29 ટીમે હિસ્સો લીધો હતો. જેમાં ગુજરાતના પોલીસ અધિકારીઓએ મેન-ડબલની ટુર્નામેન્ટ જીતી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

ગુજરાત પોલીસની ટીમમાં ખંભાત ખાતે ફરજ બજાવતા DySP એ. બી. કુંપાવત અને સાબરમતી જેલ ખાતે ફરજ બજાવતા DySP જિતેન્દ્ર યાદવે ઉત્તમ પ્રદર્શન કરી બેડમિન્ટન મેન-ડબલમાં ગત વર્ષની CRPFની વિજેતા ટીમને મ્હાત આપી હતી. આમ ગુજરાત પોલીસની ટીમના બહોશ DySP કુંપાવત અને યાદવે ગુજરાત પોલીસ માટે ગોલ્ડ મેડલ જીતી દેશભરમાં રમત ક્ષેત્રે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ત્યારે ગુજરાત પોલીસની વિજેતા ટીમને ચારે તરફથી શુભકામનાઓનો મળી રહી છે અને પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે.

મહત્વની વાત છે કે DySP જીતેન્દ્ર યાદવ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા હતા. જેઓની ચૂંટણીના અનુસંધાને તાજેતરમાં જ સાબરમતી જેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે DySP એસ. બી. કુંપાવતને પણ હાલોલથી બદલી કરી ખંભાત ખાતે મુકવામાં આવ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post