૧૦૮ ઇમરજ્ન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોકસાઇ નો પયાર્ય બની ગયો છે,કે જે તમામ પ્રકારની ઇમરજન્સી ને પ્રતિસાદ આપવા કટીબદ્ધ છે. અને સાથે સાથે તેના કાર્ય થી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ અભુતપુર્વ છે. આ સેવા પોલીસ, આગકે આરોગ્ય સંબંધીત ઇમરજ્ન્સી સેવા ૨૪x૭ રાજ્યભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાયલોટ (એમ્બ્યુલન્સ ના ચાલક) કે જે પીડિતને સત્વરે ઈમરજન્સી સારવાર માં મદદરૂપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ ૧૦૮ સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ઇતિહાસ માં ખુબ જ મહત્વપૂર્ણ છે.
EMRI Green health service માં 26/05/2023 ના રોજ પાયલોટ ડે નિમિત્તે ઉપસ્થિત મહેમાનો તાપી જિલ્લાના વી. એન. શાહ તથા Emri Green health service ના 108 ઓપરેશન હેડ સતીશ પટેલ, MHU ઓપરેશન ના હેડ હરીન્દ્ર વાલા તથા હિરેનભાઈ અને South ઝોન ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર ,EME ઉપસ્થિત રહ્યા હતા. ઈ.એમ. આર .આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ના 108,ખિલખિલાટ, 1962 ,MVD,181,MHU તમામ પ્રોજેક્ટ ના કર્મચારીઓને તેમની તેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ દિવસે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના દ્વારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવે છે. કોઈપણ કટોકટી સમયે, પ્રત્યેક સેકન્ડ મૂલ્યવાન હોય છે. સત્વરે ઇમરજ્ન્સીરીસપોન્સ CPR, ફાયરફાઈટીંગ,એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જિંદગી બચાવે છે, ઈ.એમ.ટી ની સાથે સાથે, પીડિતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે પાઇલોટની ભૂમિકા મહત્વની છે. કટોકટીના સમયે, મહામુલી માનવ જિંદગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વના છે, જેમકે પીડિતને સલામતીથી એવી રીતે પરિવહન કે ખસેડવા કે જેનાથી તેમને કોઇપણ ઇજા કે હાનિ પહોંચે નહી. સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યુ નિયંત્રણ કરવું પણ એ પાયલોટ નું વિશેષ કાર્ય છે. આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજ્જ ટેક્નોલોજી અને સ્માર્ટફોન ની મદદથી દર્દીને ખૂબ જ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ૨૬મી મે, કટોકટી સમયે, મહામુલી માનવજીદંગીબચાવનારા પાયલેટને સર્મપિત છે કે જેઓ મુશ્કેલીભર્યો માર્ગ, માર્ગ ની પરિસ્થિતિ,સમય,વાતાવરણ અને સ્થળ પરની કપરી પરિસ્થિતિ ને પહોંચી વળવા સક્ષમ અને કટિબદ્ધ છે.
આ સેવાને બીજી સેવાઓ કરતાં અલગ પાડે છે ૧૦૮ ટીમ નો અદ્મ્ય ઉત્સાહ,અખંડીતતા, સહાનુભૂતિ, પ્રયોજન અને વહીવટી કુશળતા કે જે સ્પષ્ટપણે દ્રશ્યમાન અને ચર્ચાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590