Latest News

વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

Proud Tapi 26 Jul, 2023 02:27 PM ગુજરાત

વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોકપોલીસ ગેટ સુધી તથા જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સમય દરમિયાન ઉપરોકત વિસ્તારમાં માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે. પરિણામે જાહેરજનતાને અવર-જવર કરવામાં પણ હાડમારી વેઠવી પડેછે. જેને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જુના બસસ્ટેન્ડ થી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે ૦૮:૦૦ કલાકથી સાંજે ૨૦:૦૦ કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે  અન્ય મોટા વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવાના વાહનો, ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા. ૧૫.૦૯.૨૦૨૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post