શુદ્ધ ક્રાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજીત પૂજ્ય શ્રી મોટાની ૧૨૫મી જન્મવર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે, ચિકાર માધ્યમિક શાળા ખાતે પૂજ્ય શ્રી મોટાને જાણીએ” વિષય ઉપર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી.
સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા, ચિકાર ખાતે યોજાયેલ આ સ્પર્ધામા (૧) શ્રીમોટાનું જીવન-કવન. (૨) શિક્ષણ જગતના પ્રેરણાસ્ત્રોત શ્રીમોટા, અને (૩) શ્રીમોટાના મૌનમંદિર આધ્યાત્મિક જગતની પવિત્ર શાળા વિષયો ઉપર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા ધોરણ ૯ થી ૧૨ના ૧૬ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ.૩૦૦/- રૂ.૨૦૦/-, અને રૂ.૧૦૦/-ના રોકડ પુરસ્કારો એનાયત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને નિર્ણાયક તરીકે શાળાના શિક્ષક અર્જુનસિંહ પરમારે સેવા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590