Latest News

સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે ગરવી ગુર્જરી દ્વારા હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનો, હસ્તકલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ

Proud Tapi 11 Jul, 2024 03:22 PM ગુજરાત

સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ

ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશપરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન સુરતના સિટીલાઈટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ૧૫મી જુલાઇ સુધી યોજાયું છે, જેનો સમય સવારે ૧૧ વાગ્યે થી રાત્રે ૯ વાગ્યે સુધી છે. રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના આયોજન હેઠળ સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના ૪૨ સ્ટોલ્સ પરથી હસ્તકલાકૃતિઓની ખરીદી કરવાની ઉત્તમ તક છે.

ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલાકારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે.રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા,તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં ૫૦ વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે.નિગમ દ્વારા હાથશાળ, હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું.આ પગલાં થકી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન છેલ્લાં ૫૦ વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ રૂ.૨૫ કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી.આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post