ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે તા.૩૦/૦૫/૨૦૨૩ના રોજ ધાનુકા એગ્રીટેક લી. અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે “ ખરીફ પાકોમાં બીજ માવજત” વિષય ઉપર ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેમાં તાપી જીલ્લાના કુલ ૮૦ ખેડૂત બહેનો અને ભાઇઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. ડૉ. પંડ્યાએ ખરીફ પાકોમાં થતા ફૂગજન્ય રોગો થી ખેડૂતોને અવગત કરી બીજ માવજત ના ફાયદા જણાવ્યા હતા.
ધાનુકા એગ્રીટેક લી.અમદાવાદના ડી જી એલ સી.એન.પટેલએ ધાનુકા કંપની વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ કંપની ૪૩ વર્ષ જૂની કંપની છે. અને હર હંમેશ ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેના માટેનાં અનુકુળ ખેતીલક્ષી ઉત્પાદનો બનાવે છે. તેમણે કંપનીના ઉત્પાદનો જેવા કે કેમ્પા,વીટાવેક્સ પાવડર વિગેરે વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી.ધાનુકા એગ્રીટેક લી.અમદાવાદના એસ.એમ.ઇ મયુરભાઇ અમેટાએ કંપની દ્વારા ઉત્પાદિત નિંદામણ નાશક દવા કેમ્પા વિશે તાંત્રિક માહિતી આપી જણાવ્યું હતું કે,આ દવાથી બધા જ પ્રકારના નિંદામણ નો નાશ થાય છે તેમજ પર્યાવરણને કોઈ પણ આડ અસર થતી નથી.
કેવિકે ના પાક સંરક્ષણ ના વૈજ્ઞાનિક ડો.એચ.આર.જાદવ એ ખરીફ પાકમાં બીજ માવજત ની જુદી-જુદી પદ્ધતિઓ વિશે સવિસ્તાર સમજણ આપી હતી.કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા રોગ – જીવાતોને લગતા પ્રશ્નો નું વૈજ્ઞાનિકો દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.આભારવિધિ ધાનુકા એગ્રીટેક લી.અમદાવાદના સિનિયર એરીયા મેનેજર કે. બી. પટેલ એ કરી હતી.જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન કેવી કેના પશુ વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.જીગર બુટાણીએ કર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590