Latest News

સોનગઢના હનુમંતિયા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

Proud Tapi 03 May, 2023 11:25 AM ગુજરાત

તાપી જિલ્લા સોનગઢ તાલુકાના  હનુમંતિયા ખાતે આવેલ  હનુમંતિયા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી  જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતિ સરિતાબેન  વસાવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી,જેમાં સોનગઢ તાલુકાના તાલુકા પ્રમુખ યાકુબભાઈ ગામીત તથા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાપી જિલ્લાના અધ્યક્ષ અર્જુનભાઈ ગામીત સોનગઢ તાલુકાના અધ્યક્ષ દિલીપભાઈ વસાવા, ડોલવણ તાલુકાના અધ્યક્ષ/મહામંત્રી મહેશભાઈ,ગામના સરપંચ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , ભુતપૂર્વ શિક્ષકો , શાળા વ્યવસ્થાપન સમિતિના ચેરમેન , સભ્યો BRC સોનગઢ મુકેશભાઈ ગામીત, નિવૃત્ત કર્મચારીઓ ,જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, યુવાનો, શાળાના બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી  શાળા માં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આચાર્ય રૂવાજીભાઈ ડી ગામીત  દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post