વ્યારા ટાઉનમાં ૨૧ વર્ષીય યુવતી ને BYJU'S માં ઓનલાઇન ટ્યુટરની નોકરી આપવાની લાલચ આપી રજીસ્ટ્રેશન પેટે તેમજ અન્ય બહાના કરી કુલ ૭૫ હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
વ્યારા ખાતે રહેતી સિદ્ધિ મિનેશ ફુલવાળા (રહે. માલીવાડ પોસ્ટ ઓફિસ પાસે વ્યારા તા.વ્યારા જી.તાપી ) પર તા.30/04/2023 ના રોજ વોટસએપ પર સંદીપ ત્રિપાઠી નામના વ્યક્તિએ BYJU'S માં ઓનલાઇન ટ્યુટરની નોકરી માટે મેસેજ કર્યો હતો.યુવતીને નોકરી ની જરૂરિયાત હતી ત્યારે સંદીપ ત્રિપાઠીએ રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.2,999/- તેમના ખાતામાં નાખવા માટે કહ્યું હતું.જે બાદ યુવતીએ તા.17/06/2023 ના રોજ તેમના ખાતામાં 2,999/- રૂપિયા નાખી દીધા હતા. ત્યારબાદ તા.18/06/2023 ના રોજ મનીષ ચંદ્રા નામના વ્યક્તિએ લેપટોપ ઇન્સ્યોરન્સ પેટે 15,249/- રૂપિયા અને એન.ઓ.સી.માટે 43,000/- રૂપિયા ની માંગણી કરી હતી.તે પણ યુવતીએ તેના ખાતામાં નાખી દીધા હતા.એમ મળી કુલ 75,247/- રૂપિયા યુવતીએ તેમને આપી દીધા હતા. તેમ છતાં તેમના દ્વારા નોકરી પણ આપવામાં ન આવી અને પૈસા પણ પરત ન આપવામાં આવ્યા.સંદીપ ત્રિપાઠી અને મનીષ ચંદ્રા નામના વ્યક્તિઓએ આ રીતે છેતરપિંડી કરતા યુવતીએ વ્યારા પોલીસ મથકે છેતરપિંડી નો ગુન્હો નોંધાવ્યો હતો જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590