ભારતની રાજધાની દિલ્હીમાં આયોજિત G20 સમિટ રવિવારે સમાપ્ત થઈ ગઈ છે. આખું વિશ્વ નવા ભારત સામે ઝૂકી રહ્યું હોય તેવું લાગતું હતું. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન થી લઈને ચીનમાં ગભરાટ છે. G20માં કેટલીક એવી બાબતો બની જેણે ભારતની કૂટનીતિ ની તાકાત સાબિત કરી. પોતાની નાપાક ગતિવિધિઓને કારણે ચીન ભારત સહિત તેના તમામ પાડોશી દેશો પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન ભારતે G20માં કેટલાક પગલાં લીધા છે, જેનાથી ચીનનો ઘમંડ ઓછો થશે.
G20 Summit સમાપ્ત થયાના થોડા સમય બાદ ભારતે ચીનને મોટો સંદેશ આપ્યો છે. ભારતે જાહેરાત કરી છે કે તે લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઊંચું ફાઈટર એરફિલ્ડ બનાવવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 12 સપ્ટેમ્બર, 2023 ના રોજ જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. પૂર્વી લદ્દાખના મહત્વપૂર્ણ ન્યોમા પટ્ટામાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા નવા એરફિલ્ડના નિર્માણ પર કુલ 218 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
G20 Summit માં ઘણા પ્રોજેક્ટ પર સહમતિ બની હતી. ભારત અને અમેરિકા વચ્ચે 6G ટેક્નોલોજી વિકસાવવા માટે કરાર થયો છે. આ માટે જોડાણ અને એમઓયુ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં, 5 G ના સંદર્ભમાં વિશ્વ બજારમાં ચીન નું વર્ચસ્વ છે. પરંતુ આ પ્રોજેક્ટથી કનેક્ટિવિટી ડિવાઇસ સેક્ટરમાં ચીનની મસલ પાવર ઓછી થશે.
ભારત અને અમેરિકા 8300 કરોડ રૂપિયાનું 'રિન્યુએબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ' બનાવવા માટે સંમત થયા છે. જેનાથી બેટરી સ્ટોરેજ અને ગ્રીન ટેક્નોલોજીને પ્રોત્સાહન મળશે. ભારત પોતાની જાતને ખૂબ જ ઝડપથી ઈ-મોબિલિટી માં ટ્રાન્સફર કરવા માંગે છે. પરંતુ બેટરી, લિથિયમ વગેરે મામલે ચીન નું વર્ચસ્વ છે. હવે ભારત આ મામલે પોતાના પાડોશી દેશ ને પાછળ છોડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590