Latest News

સોનગઢના ગુણસદામાં જુગાર રમત ૯ ઝડપાયા,પોલીસે ૮૪ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Proud Tapi 18 Jun, 2023 09:27 AM ગુજરાત

ગુણસદા ગામમાં પત્તા પાના પૈસાનો જુગાર રમતા ૯ ઇસમોની  પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે.અને પોલીસે રૂ.૮૪,૮૭૫/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉકાઈ પોલીસ સ્ટેશને ફરજ બજાવતા પો.કો.અતુલભાઈને  ખાનગી રાહે બાતમી મળી હતી કે ,ગુણસદા ગામે બરડીપાડા ફળિયામાં હનકભાઈ મોહનભાઈ ગામીતના ખેતરે ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો છે જે બાતમીના આધારે ઉકાઈ  પોલીસ દ્વારા  હનકભાઈ મોહનભાઈ ગામીત ના ખેતરમાં રેડ કરવામાં આવી હતી,જેમાં ખેતરમાં ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા 9 ઇસમો રંગે હાથ ઝડપાયા હતા. અને સ્થળ પરથી રોકડા રૂ.૨૭૬૫/-, મોબાઈલ નંગ-૬ જેની  કિ.રૂ.૧૬,૫૦૦/-, મોટર સાયકલ નંગ-૩ જેની કુલ કિ.રૂ-૬૫,૦૦૦/-,તેમજ દાવ ઉપરના રોકડા રૂ.૪૫૦/- એમ મળી કુલ રૂ.૮૪,૭૧૫/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

ઉકાઈ પોલીસે સ્થળ પરથી (૧) ગૌતમભાઈ ઉર્ફે પકો કર્માભાઈ ગામીત ઉ.વ.૩૭, (૨)વિજયભાઇ મંગાભાઇ ગામીત ઉ.વ.૫૦,(૩) ઇમાનવેલભાઇ મોહનભાઇ ગામીત ઉ.વ.૨૧,(૪) પિલેશભાઇ ઝિંણાભાઇ ગામીત ઉ.વ.૪૨,(૫) ઉમરીયાભાઇ બેકરીયાભાઇ ગામીત ઉ.વ.૫૭,(૬) નિકુંજભાઇ સુકનજીભાઇ ગામીત ઉ.વ.૧૯,(૭) હનકભાઇ મોહનભાઇ ગામીત ઉ.વ.૨૮,(૮) વિજયભાઇ કિકાભાઇ ગામીત ઉ.વ.૩૨,(૯) નરેશભાઇ રવિન્દ્રભાઇ ગામીત ઉ.વ.૪૦ ( બધા રહે.ગુણસદા,બરડીપાડા ફળીયું તા.સોનગઢ જી.તાપી ) એમ મળી કુલ ૯ ઇસમોની ધરપકડ કરી હતી.અને ઉકાઇ પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post