સરકારે રાજકીય પક્ષોને દાન આપવા માટે ઈશ્યુ કરવામાં આવતા ઈલેક્ટોરલ બોન્ડના 30મા હપ્તાને મંજૂરી આપી છે. બોન્ડનું વેચાણ મંગળવારથી શરૂ થશે. રાજકીય દાનમાં પારદર્શિતા લાવવા માટે રાજકીય પક્ષોને રોકડ દાનના વિકલ્પ તરીકે આ બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ,ચૂંટણી બોન્ડનો 30મો હપ્તો ઈશ્યુ કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ પૂરો થવામાં હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. ચૂંટણી બોન્ડનો પ્રથમ હપ્તો માર્ચ 2018માં બહાર પાડવામાં આવ્યો હતો.
નાણા મંત્રાલયે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વેચાણના 30મા તબક્કામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 2 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી તેની 29 અધિકૃત શાખાઓ દ્વારા ચૂંટણી બોન્ડ ઈશ્યુ કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590