ઓડિશામાં ચૂંટણીના વર્ષમાં સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થતો રહે છે. મેયર અને ડેપ્યુટી મેયર સહિત અર્બન લોકલ બોડીઝ (ULB)ના અધિકારીઓના મહેનતાણા અને ભથ્થામાં મોટો વધારો થયો છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે તેમના મહેનતાણા અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતોને લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા જારી કરાયેલા રીલીઝ મુજબ, મેયરોનો માસિક પગાર રૂ. 8,000 થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યો છે જ્યારે ડેપ્યુટી મેયરોનો માસિક પગાર રૂ. 5,000 થી વધારીને રૂ. 20,000 કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું મહેનતાણું પણ અનુક્રમે 1,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા અને 1,200 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, નોટિફાઇડ એરિયા કાઉન્સિલ (NAC)ના અધ્યક્ષનું મહેનતાણું રૂ. 1,000થી વધારીને રૂ. 10,000 અને ઉપાધ્યક્ષનું મહેનતાણું રૂ. 800થી વધારીને રૂ. 7,500 કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોને સભા દીઠ 700 રૂપિયા ભથ્થું મળતું હતું, હવે તેમને 2000 રૂપિયા મળશે. વિવિધ નગરપાલિકાઓ અને NACના કાઉન્સિલરોનું ભથ્થું 150 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યું છે.
આ સિવાય મેટ્રોપોલિટન કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને મિટિંગ માટે દૈનિક 200 રૂપિયાનું ભથ્થું મળશે. સીએમઓ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે આ વધારો 5મા રાજ્ય નાણાપંચની ભલામણો અને ઓડિશા મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમો-2004 અને ઓડિશા મ્યુનિસિપલ નિયમો-1953માં સુધારા બાદ કરવામાં આવ્યો છે.
ઓડિશા સરકારે રાજ્યમાંથી દરેક પદ્મ પુરસ્કાર મેળવનારને 25,000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવાની જાહેરાત કરી છે. સમાજમાં પુરસ્કાર મેળવનારાઓના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આ વર્ષે એપ્રિલથી તેમને 25,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાનું નક્કી કર્યું છે, એમ મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590