વાલોડ ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા ખેડૂત અને મજૂરોને હેરાનગતિ કરવામાં આવી રહી છે ત્યારે તે ગરીબ ખેડૂત અને મજૂરોને થતી હેરાનગતિ અટકાવવામાં આવે તેવી માંગ સાથે બી.ટી.ટી એસ.અને આદિવાસી પંચ દ્વારા વલોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાલોડ તાલુકાના આજુબાજુના ખેડૂતો તથા મજૂરી કરી જીવન ગુજારતા ગરીબ લોકો આસપાસના નજીકના વિસ્તારમાં અવરજવર કરતા હોય છે ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા ખેડૂતો તથા મજુરોને ગામડામાંથી ગમે તે જગ્યાએ વાહનો જપ્ત કરી, મોટર વ્હીકલ એક્ટ ના કેસો બનાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો અને મજૂરો 4 થી 5 કિલોમીટરના વિસ્તારમાં કે બજારમાં કામ માટે આવતા હોય હોય છે. તેથી લાંબી મુસાફરી ન હોવાથી હેલ્મેટ જેવી સુવિધા લઈને નથી જતા જેના કારણે પોલીસ કર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારની વાત સાંભળ્યા વગર જ ગરીબ ખેડૂત અને મજૂરો પર કેસ કરવામાં આવી રહ્યા છે.
તેમજ ઘણી વખત પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં તો કેટલીક વાર રસ્તા વચ્ચે ઊભા રાખી જબરદસ્તી ગાડીઓ રોકવા પ્રયત્ન કરે છે ,જેના કારણે સ્થાનિક ખેડૂતો અને મજૂરોને હેરાનગતિ થવા પામી છે.ગરીબ ખેડૂતો અને મજૂરોનું શોષણ થતું અટકાવવા માં આવે તેવી માંગ સાથે વાલોડ બી. ટી. ટી.એસ.અને આદિવાસી પંચ દ્વારા વાલોડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590