આદિવાસી વિસ્તારમાં ધિરાણ કરનાર કંપનીઓ ઊંચા વ્યાજના દર વસૂલીને ગરીબોનું શોષણ કરી રહી છે.ત્યારે આ ધિરાણ કરનાર ખાનગી કંપનીઓ ને લઈને આદિવાસી સમાજ દ્વારા ભૂતકાળના સમયમાં મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. કુંકરમુંડા ખાતે યુવકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સમયસર પૈસા ન ચૂકવી શકતા,વ્યાજખોર દ્વારા યુવક સાથે હાથ પાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો નિઝર પોલીસ મથકે પહોંચ્યો હતો.
તાપી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં ધિરાણ કરનાર ખાનગી કંપનીઓ દ્વારા આદિવાસી લોકો પાસેથી ઊંચા વ્યાજ નો દર ઉઘરાવવામાં આવી રહ્યો છે.જેના કારણે આદિવાસી વિસ્તારમાં શોષણ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે.આદિવાસીઓ પાસેથી ઊંચા વ્યાજના દર વસૂલ કરનાર ખાનગી કંપનીઓ શરૂ કરતાં પહેલાં શાંતિ સમિતિ અને ગ્રામસભા ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી માંગ સાથે થોડા દિવસ અગાઉ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ અને આદિવાસી સમાજ દ્વારા કુકરમુંડા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જોકે તે અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે તો પ્રશ્ન જ રહ્યો!,પરંતુ કુકરમુંડા ખાતે વ્યાજ ખોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે.
કુંકરમુંડા ખાતે રહેતા દેવેન્દ્ર નારાયણ પાડવી (ઉ. વ.૨૫)એ કુંદન મગન પાડવી (રહે.કોરાલા તા.કુકરમુંડા જી.તાપી) પાસેથી પાંચ હજાર વ્યાજ પેટે લીધા હતા. જેની મુદત તા.૨૦/૧૦/૨૦૨૩ ના રોજ વ્યાજ સહીત રૂપિયા ૭૫૦૦/- આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેવેન્દ્ર પાડવી ની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી.તેથી વ્યાજના પૈસા સમયસર ચૂકવી શક્યો નહોતો.પરંતુ કુંદન પાડવી દ્વારા દેવેન્દ્ર પાસે વ્યાજ સહિતનાં પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી.અને દર એક દિવસ દીઠ 500 રૂપિયા અલગથી વ્યાજ આપવું પડશે તેવું જણાવ્યું હતું.જે બાદ તારીખ 21/10/2023 ના રોજ દેવેન્દ્ર દ્વારા કુંદન પાડવી ને રૂપિયા એક હજાર કુકરમુંડા બસ સ્ટેન્ડ સામે કેસ આપેલ હતા.ત્યાર બાદ 24/10/2023 ના રોજ દેવેન્દ્ર દ્વારા રૂપિયા 1500 કુંદન પાડવી ને ગૂગલ પે થી નાખી આપ્યા હતા.જે બાદ ગત તારીખ 27/10/23 ના રોજ કુંદન પાડવી દ્વારા દેવેન્દ્ર પાસે બાકી નીકળતી રકમ માંગવામાં આવી હતી.જેથી દેવેન્દ્ર દ્વારા કુંદન પાડવી ના ઘરે જઈ 6 હજાર રૂપિયા ચૂકવી આવી,ઘરે ફરી રહ્યા હતા ત્યારે કુંદન પાડવી નો દેવેન્દ્ર ને ફોન કરી રૂપિયા 1500 વ્યાજના બાકી છે તેમ જણાવ્યું હતું.
કુકરમુંડા ખાતે વ્યાજ નો ધંધો ચલાવનાર પાસે લાઇસન્સ છે કે કેમ ? જે જાણવા માટે તપાસ કરનાર ASI ભાવેશભાઈ નો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,જેમાં ભાવેશભાઈ ને ત્રણ વખત ફોન કરવામાં આવ્યો હતો,તેમ છતાં તેમના દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવ્યો નહોતો. |
ત્યાર બાદ પણ કુંદન પાડવી દ્વારા બાકી નિકળતાં વ્યાજના ૧૫૦૦/- રૂપિયા માટે દેવેન્દ્ર ને ફોન કરવામાં આવતો હતો.જેનો ફોન આવતા કૌટુંબિક નિકુંજ વિષ્ણુ વળવી એ ફોન ઉપાડ્યો હતો ત્યારે કુંદન એ નિકુંજને કહ્યું હતું કે,તમારી ફેમિલી ના પૈસા બાકી છે.જે બાદ દેવેન્દ્ર તથા કૌટુંબિક ભાઈ તથા વિશાલ રાધેશ્યામ ધોબી તથા યોગેશ્વર મધુકર ભાઈ વળવી સાથે તમામ કોરાલા ગામે કુંદનના ઘરે ગયા હતા.અને વ્યાજના પૈસા કોના બાકી છે તે બાબતે પૂછયું હતું.ત્યારે કુંદન ઘરની બહા૨ આંગણામાં આવ્યો હતો. તે વખતે કુંદનનો ભાઈ પ્રદીપ તથા તેના મિત્ર મંડળ તેનાં ઘરની બાજુમાં બેસેલ હતાં. કુંદનના ભાઈ પ્રદીપ ને બોલાવ્યો હતો.અને પ્રદીપ આવી ગયો હતો જે બાદ પ્રદીપ અને કુંદન બંને ભાઈઓ એ દેવેન્દ્ર અને નિકુંજ ને અપશબ્દો બોલી ઝગડો કરવાનું શરૂ કર્યું હતું અને માર માર્યો હતો.તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલાને લઈને દેવેન્દ્ર નિઝર પોલીસ મથકે પહોંચ્યો હતો.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590